શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥ ૧૮॥ઉદારાઃ સર્વ એવ એતે જ્ઞાની તુ આત્મા એવ મે મતમ્ આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામ્ એવ અનુત્તમામ્ ગતિમ્ હિ - કેમ કે યુક્તાત્મા - સ્થિર બુદ્ધિવાળો સ: - તે (જ્ઞાની ભક્ત)અનુત્તમામ્ - અતિ ઉત્તમ ગતિમ્ - ગતિ સ્વરૂપ મામ્ - મારામાં એવ - જ આસ્થિતઃ - સારી રીતે સ્થિત થયેલો (છે). એતે - એ સર્વે - સઘળા (ભક્તો)ઉદારાઃ - ઊંચી કોટિનાએવ - જ (છે)તુ - પણ જ્ઞાની - જ્ઞાની (તો) સાક્ષાત આત્મા - મારુ સ્વરૂપ એવ - જ છે (એવો)મે - મારો મતમ્ - મત (છે); એ બધાય ઉત્તમ છે; પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે; કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ, સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે. (૧૮) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30