Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ ।
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥ ૨૪॥

અવ્યક્તમ્ વ્યક્તિમ્ આપન્નમ્ મન્યન્તે મામ્ અબુદ્ધયઃ

પરમ્ ભાવમ્ અજાનન્ત: મમ અવ્યયમ્ અનુત્તમમ્

અબુદ્ધયઃ - બુદ્ધિહીન મનુષ્યો

અવ્યક્તમ્ - સ્થૂળ રૂપરહિત

મામ્ - મને

વ્યક્તિમ્ - સ્થૂળ દેહધારી

આપન્નમ્ - કોઈ જીવ

મન્યન્તે - માને છે.

મમ - મારા

અનુત્તમમ્ - સર્વોત્તમ

અવ્યયમ્ - અવિનાશી

પરમ્ - સૂક્ષ્મ

ભાવમ્ - સ્વરૂપને

અજાનન્ત: - ન જાણનાર

મારુ સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહી જાણતા અજ્ઞાનીઓ, અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે. (૨૪)