હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે; અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્યસ્વરૂપે જાણે છે. (૩)
ભાવાર્થ
પરમાત્માને પ્રાપ્ત કરવાની યાત્રા સરળ પણ છે અને સર્વાધિક કઠણ છે. સરળ એટલા માટે છે કે જે સદા પ્રાપ્ત જ છે તેને પ્રાપ્ત કરવાની વાત છે. જેને આપણે ખોળીએ છીએ, તેને કદાપિ આપણે ખોયો જ નથી, માટે સરળ છે. પરમાત્મા સદાકાળ ઉપલબ્ધ જ છે, પરંતુ આપણે મોઢું ફેરવીને ઉભા છીએ અને ઉંધી દિશામાં દોડીએ છીએ તેથી તે સર્વાધિક કઠણ છે. આ આપણી પોતાની તકલીફ છે. પરમાત્મા તરફથી તો કોઈ તકલીફ નથી. પરમાત્માના દ્વાર તો સદા ખુલ્લા છે, પરંતુ આપણે આંખો મીંચી દીધી છે.
પરમાત્મા તો આનંદ છે - જીવન છે - અમૃત છે. તેને પામવા કોઈ પ્રયત્ન કેમ કરતુ નથી? કરોડોમાં કોક જ કેમ પ્રયત્ન કરે છે? ખરેખર તો બધાએ પ્રયત્ન કરવો જોઈએ. કોઈક જ પ્રયત્ન ના કરે એમ બનવું જોઈએ. તેને બદલે કરોડોમાં કોઈક જ પ્રયત્ન કરે છે એમ ભગવાન પણ કહે છે - તો આવું કેમ બને છે? કારણ?
કારણ એ છે કે - મનનો એક નિયમ છે કે જે વસ્તુ ઉપલબ્ધ છે, સદાપ્રાપ્ત છે તેની ખોજ મન કદાપિ કરતુ નથી. જે વસ્તુ અપ્રાપ્ય છે, તેની જ ખોજ મન કરે છે. સાગરની માછલી બધું જ ખોળે છે પરંતુ સાગરની ખોજ કરતી નથી. માછલીને ખબર જ નથી કે સાગર છે. સાગરની બહાર નીકળે તો માછલીને ખબર પડી જાય કે સાગર છે અને તેથી જ તેનું જીવન છે અને સાગરરહિત તેનું મૃત્યુ જ છે. માછલી કદાચ સાગરની બહાર થોડીક ક્ષણો માટે પણ કાઢી શકાય. પરંતુ માણસને માટે તો પરમાત્માની (બ્રહ્મની) બહાર નીકળવાની કોઈ જગ્યા જ નથી.
જ્યાં જેનો અભાવ છે, ત્યાં તેને આપણે ખોળીએ છીએ. જે એકદમ અત્યંત મોજુદ છે તેને આપણે ભૂલી જઈએ છીએ. જે દાંત તૂટી ગયો હોય ત્યાં જીભ વારંવાર જાય છે. મન જે ઉપલબ્ધ નથી તેને ખોળે છે. મન Negative નકારની તરફ દોડે છે, જયારે પરમાત્મા સર્વાધિક અત્યંત (Too much) છે, જેના સિવાય બીજું કાંઈ જ નથી - તે જ બધું છે બધી તરફ (Too much all around).
માટે પરમાત્માને ખોળવા મનથી વિપરીત ચાલવું પડશે. જે તમારી પાસે અત્યંત છે અને બિલકુલ નજીક છે તેનું (આત્માનું) સ્મરણ કરો - અને જે તમારાથી અલગ છે - દૂર છે - તેનું (સંસારનું) વિસ્મરણ કરો - ભૂલી જાઓ. આજે અત્યારે જે રોટલી મળી છે તેનો આનંદ ભોગવો - કાલે મળવાની છે - તેના સ્વપ્ના છોડી દો - તો તમે કરોડોમાં કોક બની જશો. મનનો તો નિયમ છે કે જે મળે છે, તેને ભૂલી જાય છે. પરમાત્મા તો સદા સર્વદા મળેલો જ છે. માટે મનના નિયમને બદલવો પડશે.
સંતોષી નર સદા સુખી નથી હોતા, કારણ કે સંતોષની પોતાની કોઈ value - મૂલ્ય - કિંમત નથી. મરેલો માણસ સંતોષી દેખાતો હોય છે. જેનામાં જરા પણ દોડવાની હિંમત નથી - જે કાયર છે - જે ભયભીત છે તે સંતોષી દેખાતો હોય છે. તેવા સંતોષની કોઈ કિંમત નથી. સંતોષની ખરી કિમંત - મૂલ્ય - value ત્યારે જ છે, જયારે તે સંતોષ માણસને પરમાત્મા તરફ ઉન્મુખ કરે. એટલા માટે જે સંતોષ પરમાત્મા તરફ ઉન્મુખ ના કરે તેવા સંતોષવાળો નર સદા (સુખી નહિ) દુઃખી છે.
પરમાત્માની તલાશ માટે સંતોષને યોગનું એક અનિવાર્ય સૂત્ર માન્યું છે.
સંતોષ એટલે કોઈ સંસારની દોડમાંથી બચી જવાની માત્ર તરકીબ નથી - કીમિયો નથી. તમારી ચારે બાજુ જે સંસાર છે તેનાથી સંતુષ્ટ એટલે કે ઉપરામ થઈને પરમાત્માની ખોજમાં સદા, ખોજ પૂરી ના થાય ત્યાં સુધી, અસંતુષ્ટ રહેવામાં મજા છે. નકારાત્મક (Negative) નહીં, પરંતુ વિધાયક (positive mind) મન પરમાત્માની ખોજ ઉપર નીકળી શકે છે.
'નથી' ના દુઃખમાં 'છે' નું સુખ દેખાતું નથી ભૌતિક પદાર્થો (worldly materialistic objects for sense gratification) નથી મળ્યા - નથી મળતા તેના દુઃખમાં પરમાત્મા જે અતિશય મળેલા છે (ઉપલબ્ધ છે) તેનું સુખ દેખાતું નથી.
સંદેહથી ભરાયેલું ચિત્ત નકારાત્મક (Negative) હોય છે, જયારે શ્રદ્ધાથી ભરપૂર ચિત્ત વિધાયક (positive) ચિત્ત હોય છે. કરોડોમાં કોક જ પરમાત્માની દિશામાં યાત્રા કરે છે અને આવી યાત્રા કરનારા કરોડોમાં કોક જ સમર્પણ કરે છે. બાકીના બીજા બધા તો માત્ર સંકલ્પ જ કરે છે, પરંતુ સમર્પણ કરતા નથી. જે લોકો સંકલ્પ (firm determination) કરે છે, પરંતુ તેમાં ભગવદ્ અનુગ્રહ મેળવવા સમર્પણ (Total/absolute resignation to God) કરતા નથી, તેમનો દ્રઢ સંકલ્પ (firm determination) પણ બુરી તરેહથી હાર પામે છે. It is mercilessly defeated. માટે સંકલ્પની સાથે સમર્પણ (egolessness) આવશ્યક છે. એકલો સંકલ્પ પરમાત્મા માટે સંઘર્ષ કરે છે, જયારે સમર્પણ પરમાત્માને પ્રાર્થના કરીને નમી પડે છે.
Void of ego - egolessness = સમર્પણ.
કરોડો સંકલ્પ કરનારાઓમાં (યતતામ્ અપિ) કોક જ (કશ્ચિત્) અહંકાર રહિત થઈને મને સમર્પિત(surrender) થાય છે. (મામ્ વેત્તિ તત્ત્વતઃ)
પરમાત્માની પ્રાપ્તિ માટે પરમાત્મા તરફથી કોઈ તકલીફ નથી. જીવાત્માને તેનો જીવભાવ (અહંકાર - ego) નડે છે. તે અહંકાર તેને ભગવદ્ પ્રાપ્તિમાં બાધારૂપ છે. નકારાત્મક મન (Negative mind) પરમાત્મા તરફ યાત્રા કરતુ જ નથી. જયારે વિધેયક ચિત્ત (positive mind) પરમાત્મા તરફ યાત્રા તો કરે છે, પરંતુ તેને અહંકાર (ego - જીવભાવ) નડે છે. અહંકાર રહિત (egoless) વિધાયક ચિત્ત જ (postive mind) ભગવદ્પ્રાપ્તિ કરી શકે છે.