Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥

ય: ય: યામ્ યામ્ તનુમ્ ભક્તઃ શ્રદ્ધયા અર્ચિતુમ્ ઈચ્છતિ ।

તસ્ય તસ્ય અચલામ્ શ્રદ્ધામ્ તામ્ એવ વિદધામિ અહમ્ ॥

અહમ્ - હું

તસ્ય તસ્ય - તે તે (ભક્તની)

શ્રદ્ધામ્ - તે તે (શ્રદ્ધાને)

તામ્ એવ - તે જ દેવતા પ્રત્યે

અચલામ્ - સ્થિર

વિદધામિ - કરું છું.

ય: ય: - જે જે

ભક્તઃ - (સકામી) ભક્ત

યામ્ યામ્ - જે જે

તનુમ્ - દેવતાની પ્રતિમાને

શ્રદ્ધયા - શ્રદ્ધાથી

અર્ચિતુમ - પૂજવા

ઈચ્છતિ - ઈચ્છે છે.

જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા (ભક્તિ) શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે, તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. (૨૧)