શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત ।સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥ ૨૭॥ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ્ સર્ગે યાન્તિ પરન્તપ ઇચ્છાદ્વેષસમુત્થેન - ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દ્વન્દ્વમોહેન - સુખદુઃખાદિ દ્વંદ્વરૂપ મોહ વડે સમ્મોહમ્ - અત્યંત વ્યાકુળતાને યાન્તિ - પામે છે. ભારત - હે ભરતવંશી પરન્તપ - અર્જુન !સર્વભૂતાનિ - સઘળા પ્રાણીઓ સર્ગે - જન્મકાળે સંસારમાં હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા (રાગદ્વેષાદિ) જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. (૨૭) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30