Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮॥

રસ અહમ્ અપ્સુ કૌન્તેય પ્રભા અસ્મિ શશિસૂર્યયોઃ

પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ્ નૃષુ

સર્વવેદેષુ - સર્વ વેદોમાં

પ્રણવઃ - પ્રણવ (હું છું)

ખે - આકાશમાં

શબ્દઃ - શબ્દ (તથા)

નૃષુ - પુરુષોમાં

પૌરુષમ્ - પૌરુષત્વ (હું છું)

કૌન્તેય - હે અર્જુન !

અપ્સુ - જળમાં

અહમ્ - હું

રસ - રસ છું.

શશિસૂર્યયો: - ચંદ્ર અને સૂર્યમાં

પ્રભા - પ્રકાશ

અસ્મિ - હું છું.

હે કુંતીપુત્ર ! જળમાં રસ હું છું; ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું; સર્વ વેદોમાં પ્રણવ (ૐ કાર), આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. (૮)