હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે : આર્ત (દુઃખી), જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળો અને જ્ઞાની. (૧૬)
ભાવાર્થ:
દુષ્કૃતિન: (૧) મુઢા:
(૨) નરાધમા:
(૩) માયયા અપહૃતજ્ઞાના:
(૪) આસુર ભાવમ આશ્રિતા:
મામ ન પ્રપદ્યન્તે (શ્લોક - ૧૫)
સુકૃતિન: ચતુર્વિધા જના:
આર્ત:, જિજ્ઞાસુ,
અર્થાર્થી, જ્ઞાની
ભજન્તે મામ્ (શ્લોક - ૧૬)
મૂઢ - એટલે idiot, (Foolish નહી)
ખલ, (શઠ નહી)
ચો:
શઠ સુધરહી સતસંગતિ પાઇ, પારસ પરસ કુધાતુ સુહાઈ.
ખલ બિનુ સ્વારથ પર અપકારી, અહિ મૂષક ઇવ સુનુ ઉરગારી.
(ઉત્તરકાંડ દોહા - ૧૨૦/૧૨૧)
પરમાત્મા તરફથી મોં ફેરવી લેનારાથી વધારે મૂઢ કોણ હોય? તેનું કારણ એ નથી કે પરમાત્મા તરફથી એને કાંઈ નુકસાન કે તકલીફ છે અગર તો પરમાત્મા તેનાથી નારાજ છે, પરંતુ બસ એમ જ બિનુકારણ (વગર કારણે) મૂઢ માણસ પરમાત્માથી વિમુખ રહે છે અને તેથી તે જે ડાળી ઉપર બેઠો છે તેને જ કાપવાનો જ પુરુષાર્થ કરે છે. તેથી તે આત્મઘાતી Suicidal છે, આવા માણસોને શાસ્ત્રો જઘન્ય કહે છે.
કેચિત વદન્તિ ધનહીન જનો જઘન્ય:, કેચિત વદન્તિ બલહીન જનો જઘન્ય: |
વ્યાસો વદત્યખિલવેદપુરાણવિજ્ઞો, નારાયણ સ્મરણહીનજનો જઘન્ય: ||
પરમાત્મા સાથે લડવું એટલે પોતાના જ સ્વભાવ સાથે લડવા બરાબર છે. પરમાત્મા સામે વિરોધ તે પોતાની જાત સાથે વિરોધ છે. મૂઢતામાં self-destruction આત્મવિનાશની વૃત્તિ રહેલી છે.
વિપદોનૈવ વિપદ: સંપદોનૈવ સંપદ: |
વિપદ વિસ્મરણમ વિષ્ણો: સંપત નારાયણ સ્મૃતિ: ||
કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ.
(સુંદરકાંડ દોહા - ૩૧,૩૨)
પરમાત્માના વિસ્મરણથી જીવનના તમામ આનંદની ધારાઓ અવરુદ્ધ થઇ જાય છે. તેથી માણસ મરતો મરતો જીવે છે. મરવું એટલું ખરાબ નથી જેટલું મરતે મરતે જીવવું ખરાબ છે. પરમાત્માનો સાથ જે છોડે છે તેના જીવનમાં ચારે તરફથી ઉપદ્રવ પેદા થાય છે અને તે પોતાની જાતે દુર્ગુણોને નિમંત્રણ આપે છે અને જીવન બરબાદ કરે છે.
મૂઢ લોકો ઘણી વખત પ્રાર્થના કરતા હોય છે, પરંતુ તે પ્રાર્થના પરમાત્માની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ સંસારી વિષયસુખોની પ્રાપ્તિ માટે. તે પરમાત્માને માત્ર તેના સાધન instrument બનાવે છે. ખરી પ્રાર્થનામાં તો કોઈ પણ માગણી હોવી જ ના જોઈએ. તેમાં તો માત્ર ધન્યવાદ (Thanks giving) અનુગ્રહનો ભાવ (gratitude) હોય છે.
પ્રકૃતિના (માયાના) સંમોહનમાં બંધાયેલો જીવાત્મા મૂઢ છે. માયા શબ્દનો મૂળ અર્થ કળા, કૌશલ્ય, કારીગીરી, બનાવટ થાય છે. જગત પરમાત્માની બનાવટ છે. તેમાં વિષયોમાં ફસાઈને પરમાત્માથી વિમુખ થનાર દુષ્કૃતિન: મુઢા: નરાધમા: આસુરીભાવને પ્રાપ્ત થાય છે.
શ્લોક ૧૬.
અર્થાર્થી - એટલે સાંસારિક પદાર્થો માટે પ્રભુને ભજનાર
આર્ત - એટલે સંકટ નિવારણક માટે પ્રભુને ભજનાર
જિજ્ઞાસુ - એટલે પ્રભુને યથાર્થ રૂપથી જાણવાની ઈચ્છાથી ભજનાર.
ગજેન્દ્ર આર્ત ભક્ત કહેવાય.
ધ્રુવ - સુગ્રીવ અર્થાર્થી ભક્ત કહેવાય.
ઉદ્ધવ - અર્જુન જિજ્ઞાસુ ભક્ત કહેવાય
સનકાદિક - શુકદેવજી જ્ઞાની ભક્ત કહેવાય.