Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ॥ ૧૦॥

બીજમ્ મામ્ સર્વભૂતાનામ્ વિદ્ધિ પાર્થ સનાતનમ્

બુદ્ધિ: બુદ્ધિમતામ્ અસ્મિ તેજ: તેજસ્વિનામ્ અહમ્

વળી :

બુદ્ધિમતામ્ - વિવેકીઓની

બુદ્ધિ: - વિવેકશક્તિ (તથા)

તેજસ્વિનામ્ - પ્રભાવશાળીઓનો

તેજ: - પ્રભાવ

અહમ્ - હું

અસ્મિ - છું

પાર્થ - હે અર્જુન ! (તું)

સર્વભૂતાનામ્ - સર્વ પ્રાણીઓનું

સનાતનમ્ - સનાતન

બીજમ્ - કારણ

મામ્ - મને

વિદ્ધિ - જાણ

હે અર્જુન ! સર્વ ભૂતોનું સનાતન બીજ (કારણ) તું મને જાણ; બુધ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. (૧૦)