Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ ।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ ૧૫॥

ન મામ્ દુષ્કૃતિન: મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ

માયયા અપહૃતજ્ઞાના: આસુરમ્ ભાવમ્ આશ્રિતાઃ

આશ્રિતાઃ - વશ થયેલા

દુષ્કૃતિન: - (અને) દુષિત કર્મો કરનારા

નરાધમાઃ - નરાધમો

મામ્ - મને

ન પ્રપદ્યન્તે - ભજતાં નથી.

માયયા - માયા વડે

અપહૃતજ્ઞાના: - જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા

મૂઢાઃ - મૂઢ લોકો

આસુરમ્ - આસુરી

ભાવમ્ - સ્વભાવને

માયાએ હરેલા જ્ઞાનવાળા, મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. (૧૫)