શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ

Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત


યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ ।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ॥ ૨૮॥

યેષામ્ તુ અન્તગતમ્ પાપમ્ જનાનામ્ પુણ્યકર્મણામ્

તે દ્વન્દ્વમોહનિર્મુક્તા: ભજન્તે મામ્ દૃઢવ્રતાઃ

તે - તેઓ

દ્વન્દ્વમોહનિર્મુક્તા: - રાગદ્વેષાદિ દ્વંદ્વરૂપ મોહથી મુક્ત થઇ

દૃઢવ્રતાઃ - દ્રઢ નિશ્ચયથી

મામ્ - મને

ભજન્તે - ભજે છે.

તુ - પરંતુ (નિષ્કામભાવથી)

યેષામ્ - જે

પુણ્યકર્મણામ્ - પુણ્યશાળી

જનાનામ્ - પુરુષોના

પાપમ્ - પાપ

અન્તગતમ્ - નાશ પામ્યા છે.

પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે, તેઓ (રાગદ્વેષાદિ) જોડકાના મોહથી છૂટી દ્રઢવ્રતવાળા થઇ મને ભજે છે. (૨૮)

ભાવાર્થ :

સર્ગે એટલે કે આ સંસારમાં ઈચ્છા દ્વેષથી ઉત્પન્ન થનારા સુખદુઃખ આદિ દ્વંદ્વોથી લોકો સંમોહિત થયેલા છે. તેમાંના જે લોકોના પોતાના પુણ્યકર્મો દ્વારા પાપો નષ્ટ થયેલા હોય તે લોક દ્વંદ્વમોહથી મુક્ત થાય છે, ત્યારે તે દ્રઢવ્રતથી મને ભજે છે.

માણસો ઘણે ભાગે ઈચ્છા દ્વેષના બીજ જીવનમાં વાવે છે અને તેને ઉછેરવાની કાળજીપૂર્વક ચેષ્ટા કરવામાં જ આખું જીવન વેડફી નાખે છે. જ્ઞાની એ છે જે પોતાનું સમસ્ત જીવન નિરંતર આનંદની દિશામાં પ્રવાહિત કરવામાં સમર્થ થાય છે, જયારે અજ્ઞાની હાથે કરીને નરકની તરફ પ્રયાણ કરે છે. સ્વર્ગ - નરક માણસની દ્રષ્ટિ ઉપર નિર્ભર છે. દુઃખના બીજ રોપનારને જગતમાં બધે શત્રુતા જ દેખાય. જયારે સતત ભગવદ્ અનુગ્રહનો અનુભવ કરનારને બધે મિત્રતા દેખાય. માણસનો દ્રષ્ટિકોણ (angle of vision) બદલાતાની સાથે આખું જગત બદલાઈ જાય છે.

આપણે જે દુનિયામાં જીવીએ છીએ તે બજારની દુનિયા છે. મૈં બાઝારમેં ફિરનાર હું, ખરીદનાર નહિ હું. અથડાઈ કૂટાઈ પછડાઈને પૈસા ખર્ચીને લોકો સુખ ખરીદવા ફાંફા મારે છે. જયારે પરમાત્મા વગર પૈસે મફત અનુગ્રહ અને આનંદ વહેંચવા નીકળ્યા છે ત્યારે બેવકૂફો બારણા વાસી દે છે. ઘેર બેઠે આનંદ મળે છે તે છોડીને બેવકૂફો સુખ ખરીદવા બજારમાં ભટકે છે. વરસાદનું એક એક બુંદ પરમાત્માનો આશીર્વાદ છે તે માત્ર તમારા શરીરને જ નહીં, પરંતુ દ્રષ્ટિ હોય તો તે તમારા આખા આત્માને પણ ભીંજવી શકે છે અને આમ આત્માનું ભીંજાવું એ જ પરમાત્માનું ભજન છે. ભજન માત્ર મંદિરના ખૂણામાં બેસીને જ થાય તેવું નથી. જીવનના પ્રત્યેક નાના મોટા પ્રસંગો અને ક્રિયાઓમાં ભગવદ્ અનુગ્રહનો અનુભવ કરીને આર્દચિત્ત થવું તેનું નામ ભજન. એક ક્ષણને માટે પણ જો માણસ ભજન - જ્ઞાનના આનંદનો અનુભવ કરે તો ફરીથી તે અજ્ઞાની થવા તૈયાર નહિ થાય. પાણીનું એક બુંદ તમારા શરીર ઉપર પડે તે માત્ર પાણી નથી, પરંતુ ખુદ પરમાત્મા છે તેવું અનુભવો, કારણ કે પરમાત્મા સિવાય આ જગતમાં બીજું કાંઈ જ નથી.

મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય । (ગીતા - ૭/૭)