શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥

ન કર્તૃત્વમ્ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ

ન કર્મફલસંયોગમ્ સ્વભાવ: તુ પ્રવર્તતે

ન સૃજતિ - સર્જતો નથી

તુ - પરંતુ

સ્વભાવ: - પ્રકૃતિ

પ્રવર્તતે - પ્રવર્તે છે.

પ્રભુઃ - પરમેશ્વર

લોકસ્ય - જીવોને માટે

ન કર્માણિ - કર્મોને

ન કર્તૃત્વમ્ - કર્તાપણાને (કે)

કર્મફલસંયોગમ્ - કર્મફળનાં સંયોગને (ભોક્તાપણાને)

પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાને, કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી; પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત થાય છે. (૧૪)