હે કુંતીપુત્ર ! અભ્યાસયોગથી યુક્ત અને બીજે નહિ જનારા ચિત્ત વડે ચિંતન કરતો (મનુષ્ય) પરમ દિવ્ય પુરુષ - પરબ્રહ્મને પામે છે. (૮)
ભાવાર્થ :
ઉપર જણાવ્યા મુજબનાં અભ્યાસથી - (અભ્યાસયોગ યુક્તેન) અને (ચેતસ ન અન્ય ગામિના) બીજા કશામાં નહિ જનાર ચિત્ત વડે નિરંતર પ્રભુચિંતન કરવાનું, કારણ કે કોઈ અન્ય પરમાત્મા તો છે જ નહીં. પરમાત્મા તો એક જ છે. There is no God except the God. માટે "ચેતસા ન અન્ય ગામિના" અનન્ય ભાવથી મારી તરફ - અન્યની તરફ નહીં - પછી મને રામ કહો કે રહીમ કહો, કૃષ્ણ કહો કે કરીમ કહો - ગમે તે નામથી પોકારો, પરંતુ તે બધું મારી તરફ જ સમજો. પરમાત્મા તો એક જ છે. - સ્વરૂપો અનેક છે, આખું જગત તેનું જ સ્વરૂપ છે.
જુદા જુદા રૂપોમાં જુદા જુદા પરમાત્માને જોવાની ચેષ્ટા એ મનનું દંગલ છે, તર્કટ છે, ચાલાકી છે, કારણ કે મનને નવું નવું જોવાની બદલવાની આદત છે.