Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ ।
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥ ૨૫॥

ધૂમ: રાત્રિ: તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્

તત્ર ચાન્દ્રમસમ્ જ્યોતિ: યોગી પ્રાપ્ય નિવર્તતે

તત્ર - તે માર્ગમાં ગયેલો

યોગી - સકામ કર્મયોગી

ચાન્દ્રમસમ્ જ્યોતિ: - ચંદ્રમાની જ્યોતિને (ચંદ્રલોકના ભોગોને)

પ્રાપ્ય - પામી (ભોગવી)

નિવર્તતે - (પુણ્ય ખૂટતા) પાછો આવે છે.

(જે માર્ગમાં)

ધૂમ: - ધુમાભિમાની દેવતા,

રાત્રિ: - રાત્રીઅભિમાની દેવતા

તથા - તથા

કૃષ્ણઃ - કૃષ્ણપક્ષના અભિમાની દેવતા (અને)

ષણ્માસા: દક્ષિણાયનમ્ - દક્ષિણાયન (છ માસ)ના અભિમાની

દેવતા છે,

અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રી હોય, વાદળોવાળાં છ મહિનાના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. (૨૫)

ભાવાર્થ:

આ બે શ્લોકોમાં વપરાયેલા શબ્દો પ્રતીકાત્મક (symbolic) છે અને તેના આધ્યાત્મિક અર્થ પણ છે.

(૧) અગ્નિ દેવતા - એટલે વૈરાગ્ય

(૨) સૂર્ય દેવતા - એટલે વિવેક, જાગૃતિ

(૩) દિવસનો દેવતા - એટલે યજ્ઞકર્મ - નિષ્કામ કર્મ

(૪) શુક્લપક્ષનો દેવતા - એટલે ભક્તિ વધવાની સ્થિતિ

(૫) છ માસ ઉત્તરાયણના દેવતા - એટલે વાસના રહિતતા

અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લપક્ષની ચંદ્રિકા, આ શબ્દો માર્ગદર્શક પ્રકાશના સૂચક છે, જયારે ધુમાડો, રાત્રી વગેરે શબ્દો અંધકારના સૂચક છે. ઉત્તરાયણમાં વૃષ્ટિ થતી નથી તેથી પ્રવાસમાં સુગમતા રહે છે. દક્ષિણાયનમાં વૃષ્ટિને કારણે અગવડ રહે છે.

શુક્લ પક્ષ એટલે શુદ્ધપક્ષ - નિષ્કામ કર્મ

કૃષ્ણ પક્ષ એટલે અશુદ્ધપક્ષ - સકામ કર્મ

શુક્લપક્ષ = જ્ઞાન માર્ગ = નિર્ગુણ ઉપાસના

કૃષ્ણપક્ષ = કર્મ માર્ગ = સગુણ ઉપાસના

ઉત્તરાયણનો સમય ૨૩ ડિસેમ્બર થી ૨૩ જૂન

દેવયાન માર્ગ - પિતૃયાન માર્ગ

અર્ચિરાદિ માર્ગ - ધ્રુમમાર્ગ

છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ વિગેરેમાં આ માર્ગોનું વર્ણન આવે છે.