હજાર યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને હજાર યુગ સુધીની રાત્રી છે, તેને જેઓ જાણે છે, તેઓ દિવસ - રાત્રી (ના પ્રમાણ) ને જાણનારા છે. (૧૭)
ભાવાર્થ:
Mystery of Time
અહોરાત્રવિદ: એટલે કાળના તત્ત્વને જાણનારા કાળના તત્ત્વનાં જાણકાર - Knowing the mystery of Time.
સ્વપ્નાવસ્થાના ૪૦ વરસ જાગ્રત અવસ્થાની પાંચ મિનિટ બરાબર છે તેવો આપણને અનુભવ થાય છે. સુખનો સમય ટૂંકો લાગે છે અને દુઃખનો સમય લાંબો લાગે છે. જગત આખું સાપેક્ષ છે. સમયની પ્રતીતિ ચિત્તદશા ઉપર નિર્ભર છે. કીટ - પતંગ સાત જ કલાક જીવે તે દરમ્યાનમાં તે જુવાન થાય. પરણે - પ્રેમ કરે - બચ્ચા પેદા કરે - વૃદ્ધ થાય અને મરે. આવું અને આ જ કામ મનુષ્ય ૭૦ વર્ષમાં કરે.
નિત્ય પ્રલય = દરેક ક્ષણે થતું પરિવર્તન
આત્યંતિક પ્રલય = આત્મજ્ઞાન = મોક્ષ
કાળની ગણતરી નીચે મુજબ છે.
દેવ વર્ષ માનવ વર્ષ
સતયુગ ૪૦૦૦ + ૮૦૦ સંધ્યાશ ૧૭,૨૮,૦૦૦
ત્રેતાયુગ ૩૦૦૦ + ૬૦૦ સંધ્યાશ ૧૨,૯૬,૦૦૦
દ્વાપરયુગ ૨૦૦૦ + ૪૦૦ સંધ્યાશ ૮,૬૪,૦૦૦
કળિયુગ ૧૦૦૦ + ૨૦૦ સંધ્યાશ ૪,૩૨,૦૦૦
Total: ૧૦,૦૦૦ + ૨૦૦૦ = ૧૨૦૦૦ ૪૩,૨૦,૦૦૦
૪ યુગ = ૧ ચોકડી = ૪૩,૨૦,૦૦૦ વર્ષ
૪૦૦૦ યુગ = ૧૦૦૦ ચોકડી
= બ્રહ્માનો ૧ દિવસ
= ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ
= ૧ કલ્પ - અત્યારે વરાહ કલ્પ ચાલે છે. એક કલ્પમાં ૧૪ મન્વંતર
= ૧૪ મનુઓ બદલાય બ્રહ્માના એક દિવસમાં (કલ્પમાં)
* ૭૧ - ૧ મનુ ૭૧ ચોકડી રાજ કરે - તેને મન્વંતર કહેવાય.
૧૪ * ૭૧ = ૯૯૪ ચોકડી અત્યારે ૭મો વૈવશ્વત મન્વંતર ચાલે છે.
૯૯૪ ચોકડી + ૬ Transit
= ૧૦૦૦ = ૧ કલ્પ = બ્રહ્માનો એક દિવસ - અંતે નૈમિત્તિક પ્રલય
= ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ બ્રહ્માનો દિવસ
+ ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ બ્રહ્માની રાત
= ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ બ્રહ્માનો એક આખો દિવસ - અંતે Dooms Day
૮,૬૪,૦૦,૦૦,૦૦૦ * ૩૬૫ = ૩૧૫૩,૬૦,૦૦,૦૦,૦૦૦ બ્રહ્માનું એક વર્ષ - અંતે મહા પ્રલય
૩૧૫૩,૬૦,૦૦,૦૦,૦૦૦ * ૧૦૦ = ૩૧૫૩,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ બ્રહ્માનું એક આયુષ્ય = બ્રહ્માનું માત્ર એક નિમેષ.