Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ ૨૪॥

અગ્નિ: જ્યોતિ: અહઃ શુક્લઃ ષણ્માસા: ઉત્તરાયણમ્

તત્ર પ્રયાતા: ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદ: જનાઃ

તત્ર - તે માર્ગમાં

પ્રયાતા: - ગયેલા

બ્રહ્મવિદ: - બ્રહ્મના ઉપાસકો (બ્રહ્મલોક પામી છેવટે)

બ્રહ્મ - બ્રહ્મને જ

ગચ્છન્તિ - પામે છે.

(જે માર્ગમાં)

જ્યોતિ: - પ્રકાશમય

અગ્નિ: - અગ્નિના અભિમાની દેવતા

અહઃ - દિવસના અભિમાની દેવતા

શુક્લઃ - શુક્લ પક્ષના અભિમાની દેવતા અને

ષણ્માસા: - ઉત્તરાયણ (છ માસ)

ઉત્તરાયણ અભિમાની દેવતા માને છે.

ઉત્તરાયણના છ માસમાં, શુક્લ પક્ષમાં, દિવસે અને જ્યોતિ તથા ધુમાડારહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઇ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. (૨૪)