હે પાર્થ ! આ બંને માર્ગોને જાણતો કોઈ યોગી મોહ પામતો નથી; માટે હે અર્જુન! તું સર્વ કાળે યોગયુક્ત થા. (૨૭)
ભાવાર્થ:
યોગી ન મુહ્યતિ કશ્ચન.
માણસ હંમેશા વિપરીતથી મોહિત થાય છે. (The opposite is always the attraction - unlike poles attract.) વિપરીતથી આકર્ષણ થાય છે પરંતુ વિપરીતની સાથે રહી શકાતું નથી. દૂરથી આકર્ષણ થાય છે પરંતુ તે નજદીક આવતાની સાથે સંઘર્ષ પેદા થાય છે.
આ બંને માર્ગો (એતે સૃતિ) ને જે તત્ત્વથી જાણે છે એટલે કે જેને તેની અનુભૂતિ છે - who has experienced, તે યોગી છે. એકલા દક્ષિણાયન માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિના ચિત્તમાં સતત ઉત્તરાયણ માર્ગ પ્રત્યે આકર્ષણ રહેવાનું અને vice-versa. પરંતુ યોગી જયારે બંને માર્ગોને તત્ત્વે કરીને (માત્ર સિધ્ધાંતથી નહિ) અનુભવથી જાણે છે ત્યારે તે મોહિત થતો નથી એટલે કે તે સમસ્ત વિપરીતતાઓના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.
સંસારથી મુક્ત થવાનો ગહનતમ અર્થ એ છે કે સંસારની વિપરીતતાઓથી મુક્ત થવું. The law of the opposite થી મુક્ત થવું. વિપરીતથી મુક્ત થયા સિવાય કોઈ પણ વ્યક્તિ શાંત થઇ શકતી નથી. મોહથી મુક્ત થયા સિવાય શાંતિ નથી. અમીરો ગરીબાઈથી આકર્ષાઈને voluntary poverty સ્વીકારે છે. ગરીબો ગજું નહી હોવા હતા તેમની અમીરી દેખાડવા પ્રયત્ન કરે છે. બંનેને પોતાની સ્થિતિમાં સંતોષ - શાંતિ નથી.
એટલા માટે "યોગ યુક્ત:ભવ" - યોગયુક્ત થા એટલે કે બંને અતિઓની વચ્ચે મધ્યમાં સ્થિર થા એટલે નિર્મોહ થા. જે બહુ ભોજન કરે છે તે ઉપવાસથી આકર્ષાય છે. ભૂખે મરનાર ભોજનથી આકર્ષાય છે - યુક્ત આહારી સુખી થાય છે. બહુ કપડાં મળે છે ત્યાં લોકો નાગા ફરે છે. The exact middle is the point of freedom. ક્રોધી માણસને ક્ષમાવાન થવું સહેલું છે પરંતુ અક્રોધી થવું અઘરું છે - મુશ્કેલ છે.
આપણે સંસારને પરમાત્માથી (મોક્ષથી) વિપરીત માનીએ છીએ. આપણે ઇચ્છીએ છીએ કે સંસારને છોડીએ અને પરમાત્માને પામીએ. આપણા મનમાં પરમાત્મા પણ એક વિપરીતતા છે - સંસારથી વિપરીત છે. જે સંસારથી કંટાળે છે તે પરમાત્માને પામવા મથે છે.
આપણે સંસારના વિપરીત પરમાત્માના વૈપરીત્યને ખડું કરીએ છીએ, એક polar opposite ની માફક. પરંતુ પરમાત્મા વિપરીત નથી. કૃષ્ણનું જીવન રાગી નહી - વિરાગી નહી. શાંતિવાદી, યુદ્ધવાદી - અનાસક્ત - ગોપીઓમાં આસક્ત -અસક્તમ સર્વભૃત ચૈવ. જીવન Inconsistent - અસંગત લાગે છતાં વિપરીત નહી. બંને એક સાથે હોવા છતાં બંને નહી. આનું નામ યોગયુક્ત - મહાયોગી - યોગેશ્વર.
સંસાર અને પરમાત્માની વચ્ચે પસંદગી - choice કરવામાં જે પરમાત્માની પસંદગી કરે તે ભૂલ ખાય છે. કારણ કે પરમાત્માની પસંદગી એ જ કરી શકે જેના અંતઃકરણમાં choicelessness હોય.
જે એમ કહે છે કે,
- પરમાત્મા મારે માટે સંસાર છે અને સંસાર મારે માટે પરમાત્મા છે - મને એમાં કોઈ ફરક નથી તે ખરો યોગયુક્ત.
- જીવન મારે માટે મૃત્યુ છે - મૃત્યુ મારે માટે જીવન છે.
- ધન મારે માટે નિર્ધનતા છે - નિર્ધનતા મારે માટે ધન છે એમ કહેનાર યોગયુક્ત કહેવાય.
યોગયુક્ત પુરુષ સંપૂર્ણ રીતે સંતુલિત જ રહે. જીવનનાં સમસ્ત વિરોધોમાં જે બરાબર મધ્યમાં ખડો રહે તે યોગી - યોગયુક્ત. પરમાત્માને કદાપિ સંસારનું વિપરીત લક્ષ્ય નહી બનાવવું.