પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે, તે સર્વ ભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. (૨૦)
ભાવાર્થ:
શ્લોક ૧૮ - ૨૦ માં જેને અવ્યક્ત (unmanifested) કહે છે તે પણ પૂરેપૂરું અવ્યક્ત નથી. વૃક્ષ વ્યક્ત છે અને બીજ અવ્યક્ત છે પરંતુ બીજ પણ પૂરેપૂરું અવ્યક્ત નથી તે પણ એક વખત વ્યક્ત હતું. બીજ પણ વ્યક્ત થવા આતુર હોય છે. (Built-in) એક બીજ તેના જેવા બીજા અસંખ્ય બીજ ઉત્પન્ન કરવા આતુર હોય છે. જે અવ્યક્તમાં વ્યક્ત છુપાયેલું હોય તે સંપૂર્ણ અવ્યક્ત ના કહેવાય. આવા અવ્યક્તની પેલી પાર (beyond this unmanifested) એક સંપૂર્ણ અવ્યક્ત છે જે વિલક્ષણ સનાતન અવ્યક્ત છે તે બ્રહ્મ છે, જે eternally unmanifested છે આ ultimate અવ્યક્ત કદાપિ વ્યક્ત થતું નથી - થવાનું નથી - થઇ શકે તેમ નથી. આ પરમ અવ્યક્તનું કદાપિ સૃજન થયું નથી તેથી તેનું વિસર્જન પણ નથી - તેની સૃષ્ટિ પણ નથી અને પ્રલય પણ નથી. તમામ ભૂતો (becomings) નષ્ટ થવા છતાં તે નષ્ટ થતું નથી.
આપણા શરીરમાં પણ ત્રણ પાર્ટ છે. એક વ્યક્ત સ્થૂળ શરીર - બીજું અવ્યક્ત મન (સૂક્ષ્મ - કારણ શરીર) અને ત્રીજું વિલક્ષણ સનાતન અવ્યક્ત આત્મા. મનમાં (અવ્યક્તમાં) જે કાંઈ છે તે આજે નહીં તો કાલે પણ વ્યક્ત થવાનું અને આ અવ્યક્ત મનને લીધે જ વ્યક્ત શરીર પેદા થાય છે.