હે અર્જુન ! જે નિરંતર બીજામાં ચિત્ત નહિ રાખતા નિત્ય મારુ સ્મરણ કરે છે, તે નિત્યયુક્ત યોગીને હું સુલભ છું. (૧૪)
ભાવાર્થ:
આ શ્લોકમાં મામ્ શબ્દ સગુણ બ્રહ્મવાચક છે.
નિત્યયુક્ત યોગીને - એટલે કે સન્મુખને - પરમાત્મા સુલભ
અયુક્ત અયોગીને - એટલે કે વિમુખને - પરમાત્મા દુર્લભ
અનન્યચેતા: - એટલે જેનું ચિત્ત - મન જે કાંઈ ચિંતન, મનન અગર કર્મ કરે તે પરમાત્માને લક્ષ્યમાં રાખીને પરમાત્મા પ્રીત્યર્થે કરે તે.