Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અર્જુન ઉવાચ ।
કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ ।
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥ ૧॥

કિમ્ તત્ બ્રહ્મ કિમ્ અધ્યાત્મમ્ કિમ્ કર્મ પુરુષોત્તમ

અધિભૂતમ્ ચ કિમ્ પ્રોક્તમ્ અધિદૈવમ્ કિમ્ ઉચ્યતે

અધિભૂતમ્ - અધિભૂત

કિમ્ પ્રોક્તમ્ - શું કહ્યું? (તથા)

અધિદૈવમ્ - અધિદૈવ

કિમ્ ઉચ્યતે - શું કહેવાય છે?

પુરુષોત્તમ - હે પુરુષોત્તમ !

તતબ્રહ્મકિમ્ - તે બ્રહ્મ શું?

અધ્યાત્મમ્ કિમ્ - અધ્યાત્મ શું ?

કર્મ કિમ્ - કર્મ શું?

ચ - વળી

હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું? અધ્યાત્મ શું? કર્મ શું? અધિભૂત શું અને અધિદૈવ શું કહેવાય છે? (૧)