શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૮
અક્ષર બ્રહ્મ યોગ
અવ્યક્તાદ્ વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે ।
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસઞ્જ્ઞકે ॥ ૧૮॥
અવ્યક્તાત્ વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્તિ અહરાગમે
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે
તત્ર - તે
અવ્યક્તસંજ્ઞ કે - અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં
એવ - જ
પ્રલીયન્તે - લય પામે છે.
રાત્ર્યાગમે - (બ્રહ્માની) રાત્રી થતા
સર્વાઃ - સર્વ
વ્યક્તયઃ - પ્રાણીઓ
અહરાગમે - (બ્રહ્માનો) દિવસ થતા
અવ્યક્તાત્ - (સુતેલા બ્રહ્માના) સૂક્ષ્મ શરીરમાંથી
પ્રભવન્તિ - પ્રગટ થાય છે (અને)
(બ્રહ્માનો) દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રી આવતા તે જ અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં લય પામે છે. (૧૮)