મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ (ગીતા - ૧૮/૬૫)
ગોપીઓને પ્રેમને લીધે રેતીના કણેકણમાં - પાણીના દરેક બિંદુમાં - ઝાડના દરેક પાંદડામાં કૃષ્ણ દેખાય. જેને માત્ર મંદિરમાં જ પરમાત્મા દેખાય તેને પરમાત્માના સંબંધમાં કાંઈ ખબર જ નથી.
કામી હિ નારી પિયારી જિમી, લોભીહિ જિમી પ્રિય દામ |
તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ ||
(માનસ - ઉત્તરકાંડ - દોહા - ૧૩૦ ખ)
પ્રેમ ના હોય તો કદાપિ એકાગ્રતા ના થાય. ઉલટાનું અનેકાગ્રતા અગર તો શૂન્યાગ્રતા થાય. પરંતુ એકાગ્રતા પ્રેમ વગર ના થાય.
પ્રેમ હોય તો એકાગ્રતાનો સવાલ જ ઉઠતો નથી. પ્રેમ હોય તો એકાગ્રતા સહજ રીતે ફલિત થાય છે.
જેનામાં પ્રેમ ના હોય તેને યાદ કરવો મુશ્કેલ છે.
જેનામાં પ્રેમ છે તેને ભૂલવો મુશ્કેલ છે.
શ્રદ્ધયા પરયા ઉપેતાઃ
અતિશય શ્રેષ્ઠ શ્રદ્ધાથી - તર્કથી નહીં - વાદવિવાદથી નહીં. It is not only my belief—it is my experience that speaks: God is. ઈશ્વર છે તેવું હું તર્કથી નથી માનતો - અનુભવથી જાણું છું કે ઈશ્વર છે - આનું નામ સાચી શ્રદ્ધા.
સાચો પ્રેમ હોય ત્યારે કહેવાની જરૂર ના પડે કે મને પ્રેમ છે - I Love you. પ્રેમ તો અનુભવમાં જ આવે - વાણીમાં નહીં. પ્રેમની સુગંધ અનુભવમાં આવે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તર્કથી સિદ્ધ ના થાય. અને તર્કથી ખંડિત પણ ના થાય.