Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥ ૧૭॥

ય: ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ

શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્ ય: સ મે પ્રિયઃ

ભક્તિમાન્ - ભક્ત

શુભાશુભપરિત્યાગી - શુભ - અશુભમાં સ્પૃહારહિત (છે)

સ: - તે

મે - મને

પ્રિયઃ - પ્રિય (છે)

ય: - જે (શુભપ્રાપ્તિમાં)

ન હૃષ્યતિ - હર્ષ પામતો નથી, (અશુભ પ્રાપ્તિમાં)

ન દ્વેષ્ટિ - દ્વેષ કરતો નથી.

ન શોચતિ - શોક કરતો નથી.

ન કાઙ્ક્ષતિ - ઈચ્છા કરતો નથી.

ય: - (તથા) જે

જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી. અને શુભ - અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે, તે મને પ્રિય છે. (૧૭)

ભાવાર્થ:

ય: ન હૃષ્યતિ - ન દ્વેષ્ટિ - ન શોચતિ - ન કાઙ્ક્ષતિ

ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ ।

સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥ (ગીતા - ૫/૨૦)

એક ડોક્ટર કોઈ સ્ત્રીના પેટનું ઓપરેશન કરે છે તે સ્ત્રીના ગુહ્ય ભાગોને જોઈને તે "ન હૃષ્યતિ" અને સ્ત્રીના પેટમાંથી અત્યંત દુર્ગંધવાળા મળમૂત્ર લોહી નીકળે તો તેથી તે "ન દ્વેષ્ટિ" કારણ કે તે વખતે તે "સ્થિર બુદ્ધિ: અસંમૂઢ" સ્થિતિમાં હોય છે.

સ્મશાનાન્તે ભોજનાન્તે મૈથુનાન્તે ચ યા મતિ: |

સા મતિ: સતતમ ચેત્ સ્યાત્ નરો નારાયણો ભવેત્ ||

રાગદ્વેષ રહિત થાઓ તો જ "ન હૃષ્યતિ - ન દ્વેષ્ટિ" થવાય.

ન અભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ (ગીતા - ૨/૫૭)

પ્રિય વસ્તુની પ્રાપ્તિનો હર્ષ અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિનો દ્વેષ - દુઃખ કાયમ ટકતા નથી.

આગમાપાયિન: અનિત્યા: તાન તિતિક્ષસ્વ ભારત ॥ (ગીતા - ૨/૧૪)

જયારે ભક્તિનો આનંદ અખંડ અનુભવમાં આવે છે. ભક્તિ આંતરિક વસ્તુ હોવાથી તેને બાહ્ય અનુકૂળતા - પ્રતિકૂળતા સાથે સંબંધ નથી, અને ભકિતનો આનંદ બાહ્ય પદાર્થ ઉપર નિર્ભર નથી.

ન શોચતિ | ગતમ્ ન શોચામિ |

પ્રિય વસ્તુની પ્રાપ્તિથી જેને હર્ષ નથી થતો તે પ્રિય વસ્તુના વિયોગથી શોક પણ નથી કરતો. એવી જ રીતે અપ્રિય વસ્તુનો સંયોગ થવાથી જે શોક નથી કરતો તે અપ્રિય વસ્તુ જતી રહેવાથી હર્ષ પણ નથી માણતો.

પેસેન્જરને સ્ટેશન ઉપર ગાડી આવે ત્યારે હર્ષ થાય અને ગાડી ઉપડી જાય તો દુઃખ થાય. પરંતુ સ્ટેશન માસ્ટર

"ન હૃષ્યતિ - ન દ્વેષ્ટિ - ન શોચતિ - ન કાઙ્ક્ષતિ"

ટપાલીને ટપાલ વધારે આવે કે ઓછી આવે કે બિલકુલ ના આવે, બેન્ક મેનેજરને ડિપોઝીટ વધારે આવે કે ઓછી આવે કે બિલકુલ ના આવે તો પણ તેઓ "ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ"

ઓફિસરની નોકરી છૂટી જાય તો તે તેની રોટલીમાં ઘી ચોપડયા વગર ખાય - કરકસર કરવા. પરંતુ તેના રસોઈયાની નોકરી તો ચાલુ છે તેથી તે તો પોતાની રોટલીમાં ઘી ચોપડીને ખાય.

ભક્ત ભગવાનની પેઢીનો મુનીમ છે - માલિક નથી. નફાનુકશાનની ચિંતા માલિક કરે - મુનીમ ના કરે.

ન કાંક્ષતિ

પ્રિય પદાર્થના સંયોગની અને અપ્રિય પદાર્થના વિયોગની જે આકાંક્ષા કરતો નથી. કારણ કે તેને દ્રઢ વિશ્વાસ થઇ ગયો છે કે "ભગવાનેવ પ્રભુ: સર્વ વિદધાતિ નિજેચ્છ્યા" પરમાત્માના દરેક - પ્રત્યેક વિધાનમાં જીવનું કલ્યાણ જ છે. માટે પરમાત્મા પાસે પણ કોઈ માંગણીની આકાંક્ષા કરવી નહીં. પ્રારબ્ધ ભોગવ્યા વિના તે ક્ષય પામતું નથી તેમ માનીને પ્રાપ્ત થયેલા અનર્થની નિવૃત્તિની પણ તેને આકાંક્ષા નથી. અને તેથી તે તિતિક્ષા પરાયણ રહીને અનિષ્ટનો પણ પ્રતિકાર કરતો નથી.

શુભાશુભ પરિત્યાગી

હું અકર્તા છું એ પ્રકારના જ્ઞાનથી તે શુભ - અશુભ કર્મોના ફળની આસક્તિનો ત્યાગ કરે છે. અશુભ કર્મનો તો ત્યાગ કરવો જ જોઈએ, પરંતુ શુભ કર્મોનો ત્યાગ નહીં કરવાનો. શુભ કર્મો તો હું ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વર-પ્રીત્યર્થે કરવાનો જ, કારણ કે તે જ મારુ કર્તવ્ય કર્મ છે. તે હું ના કરું તો ના ચાલે. પરંતુ તેનું જે કાંઈ ફળ આવે તેને માટે મારુ કોઈ expectation - હડકવા અગર આસક્તિ ના હોવી જોઈએ. શુભકર્મનું જે કાંઈ ફળ - જયારે પણ - ઈશ્વરની ઈચ્છા મુજબ- જેટલું મને મળશે તે ભગવદ્દપ્રસાદી માનીને હું ભોગવીશ - એવો ભાવ જે ભક્તમાં હોય તે મને પ્રિય છે.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20