જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને તે પ્રમાણે સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. (૨૦)
ભાવાર્થ:
શ્લોક ૧૩ થી ૧૯ માં વર્ણન કરેલા લક્ષણોનું નિષ્કામભાવથી સેવન કરવાનું - કોઈ કામનાથી નહીં, મોક્ષની પણ કામના નહીં.
મારા પરાયણ (મત્પરા:) અને શ્રદ્ધાયુક્ત (શ્રદ્દધાના:) થઈને જે આ અમૃતાષ્ટકનું - ધર્મમય અમૃતનું (ધર્મ્યામૃત્તમ) જે નિષ્કામભાવથી સેવન કરે (પર્યુપાસતે) તે ભક્ત મને અત્યંત વહાલો છે.
ભક્તિનો અર્થ બુદ્ધિથી નહીં સમજાય - હૃદયથી, શ્રદ્ધાથી સમજાશે.
વિચારથી નહીં - ભાવથી સમજાશે.
ચિંતનથી નહીં - પ્રેમથી સમજાશે.
ભક્તિ પ્રાપ્ત કરવા આક્રમક (Aggressive) ચિત્ત નહીં - ગ્રાહક (Receptive) ચિત્ત જોઈએ. પુરુષ ચિત્ત નહીં - સ્ત્રૈણ ચિત્ત જોઈએ. પ્રેયસી ભાવથી - ગોપી ભાવથી ભક્તિ થાય.