Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

અર્જુન ઉવાચ ।
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ।
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ ॥ ૧॥

એવમ્ સતત યુક્તા: યે ભક્તા: ત્વામ્ પર્યુપાસતે

યે ચ અપિ અક્ષરમ્ અવ્યક્તમ્ તેષામ્ કે યોગવિત્તમાઃ

અર્જુન બોલ્યો :-

યે અપિ - જે કોઈ

અવ્યક્તમ્ - (આપના) નિરાકાર

અક્ષરમ્ - પરબ્રહ્મ સ્વરૂપને ઉપાસે છે.

તેષામ્ - તે (બે પ્રકારના) ભક્તોમાં

યોગવિત્તમાઃ - અતિ ઉત્તમ યોગવેત્તા

કે - કોણ છે.

એવમ્ - એ રીતે

સતતયુક્તા: - નિરંતર ધ્યાનમાં રહેનારા

યે - જે

ભક્તા: - ભક્તો

ત્વામ્ - (સગુણરૂપે) આપને

પર્યુપાસતે - સર્વભાવે ઉપાસે છે.

ચ - તથા

એ રીતે નિરંતર (આપમાં) જોડાયેલા જે ભક્તો આપને (સગુણસ્વરૂપે) ઉપાસે છે; તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત (નિર્ગુણ) સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓમાં ઉત્તમ યોગવેત્તા કોણ? (૧)

ભાવાર્થ:

યોગ વિત્તમ: એટલે Well (better) versed in Yoga.

ભક્તિયોગ

મોહની દિશાનું પરિવર્તન - Round about turn કરવું તે ભક્તિ બની જાય છે.

પ્રેમ સંસારની તરફ વહે તે વાસના

પ્રેમ પરમાત્મા તરફ વહે તે ઉપાસના (ભક્તિ)

ભક્તિમાં પહેલું કદમ અહંકારનું વિસર્જન.

જ્ઞાનમાં છેલ્લું કદમ અહંકારનું વિસર્જન.

નિરાકારમાં માનનાર જ્ઞાની માણસ નાસ્તિક માલૂમ પડે. કારણ કે તે તમામ આકારોનો ઇન્કાર કરે છે. બધી મૂર્તિઓ - પ્રતિમાઓ ચિત્તમાંથી હટાવી દે. મંદિર, મસ્જિદ બધું બંધ કરી દે - કશુંય અંદર નહીં - ખાલીખમ - નિર્વિચાર - નિર્વિકલ્પ સ્થિતિ (આ સ્થિતિ આવવી - Introvert થવું - મુશ્કેલ છે.)

આકાર સ્વરૂપમાં માનનાર ભક્ત પરમાત્માના પ્રેમથી ઉભરાય - પ્રેમથી ભરપૂર - સંસારને પેસવાની જરાપણ જગ્યા નહીં - પ્રેમથી પાગલ.

જ્ઞાની જગતને પરમાત્મામય દેખે - સર્વ ખલુ ઈદમ બ્રહ્મ - જગત બ્રહ્મનો વિવર્ત છે તેમ માને.

ભક્ત પરમાત્માને જગતમય દેખે. બધા આકાર પરમાત્માના.

જ્ઞાની Introvert - અંતર્મુખ થઈને અંદર હૃદયાકાશમાં પરમાત્માના આનંદનો અનુભવ કરે.

ભક્ત Extrovert - બહિર્મુખ થઈને બાહ્ય જગતમાં બધાને પરમાત્મામય દેખે.

સિયરામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20