Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વંતિ દિવ્યૈઃ સ્તવૈઃ
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્ગાયંતિ યં સામગાઃ
ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યંતિ યં યોગિનોઃ
યસ્યાંતં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ ॥૯॥

યમ્ બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વંતિ દિવ્યૈઃ સ્તવૈઃ

વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈ ગાયંતિ યમ્ સામગાઃ

ધ્યાનાવસ્થિતતદ્ ગતેન મનસા પશ્યંતિ યમ્ યોગિન:

યસ્ય અંતમ્ ન વિદુઃ સુરાસુરગણા: દેવાય તસ્મૈ નમઃ

ધ્યાનાવ- - ધ્યાનથી સ્થિર

સ્થિત-તદ્ ગતેન-મનસા - અને પરમાત્મામાં લીન થયેલા મન વડે

યોગિન: - યોગીઓ

યમ્ - જેના

પશ્યંતિ - દર્શન કરે છે.

સુરાસુરગણા: - દેવો અને અસુરો

યસ્ય - જેના

અંતમ્ - પારને

ન વિદુઃ - જાણતા નથી

તસ્મૈ - એવા

દેવાય - દેવને

નમઃ - નમસ્કાર હો !

બ્રહ્મા - બ્રહ્મા

વરુણ-ઈન્દ્ર-રુદ્ર-મરુતઃ - વરુણ, ઇન્દ્ર, રુદ્ર, વાયુ (વગેરે દેવો)

યમ્ - જેની

દિવ્યૈઃ - દિવ્ય

સ્તવૈઃ - સ્તોત્રો વડે

સ્તુન્વંતિ - સ્તુતિ કરે છે.

સામગાઃ - સામવેદનું ગાન કરનારા બ્રાહ્મણો

યમ્ - જેનું

સાંગપદક્રમોપનિષદૈ - અંગ, પદ, ક્રમ અને ઉપનિષદ સહિત

વેદૈઃ - વેદો વડે

ગાયંતિ - ગાયન કરે છે.

બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર , રુદ્ર અને વાયુ વગેરે દેવો દિવ્ય સ્તોત્ર વડે જેમની સ્તુતિ કરે છે, સામવેદનું ગાન કરનારા મુનિઓ અંગ, પદ, ક્રમ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમને ગાય છે; ધ્યાન વડે સ્થિર થઇ તેમનામાં પરોવાયેલા ચિત્ત વડે યોગીઓ જેમના દર્શન કરે છે અને દેવો તથા અસુરોના ગણો જેમના પારને જાણતા નથી, એવા શ્રીપરમાત્મદેવને નમસ્કાર હો ! (૯)

1

2

3

4

5

6

7

8

9