Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે

જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ ॥3॥

પ્રપન્નપારિજાતાય - શરણે આવેલા (ભક્તોને) કલ્પવૃક્ષ પેઠે ઈચ્છિત ફળ આપનારા,

તોત્રવેત્રૈકપાણયે - (યુદ્ધપ્રસંગે) એક હાથમાં લગામ અને ચાબુક ધારણ કરી

જ્ઞાનમુદ્રાય - (બીજે હાથે) જ્ઞાનમુદ્રા રચી

ગીતામૃતદુહે - ગીતારૂપી અમૃતનું દોહન કરી (અર્જુનને ઉપદેશ કરનારા)

કૃષ્ણાય - શ્રીકૃષ્ણને

નમઃ - નમસ્કાર હો !

શરણ થનાર ભક્તોને કલ્પવૃક્ષ જેવા, એક હાથમાં ચાબુક તથા છડી ધરનાર, જ્ઞાનમુદ્રાયુક્ત અને ગીતારૂપી અમૃતનું દોહન કરનાર શ્રીકૃષ્ણને નમસ્કાર હો ! (૩)

1

2

3

4

5

6

7

8

9