ગીતાના અર્થરૂપ ઉત્કટ સુગંધવાળું, અનેક આખ્યાનોરૂપી કેસરવાળું, હરિકથાના ઉપદેશ વડે પ્રફુલ્લ થયેલું, લોકમાં સજ્જનરૂપી ભમરાઓ વડે નિરંતર આનંદથી પીવાતું, કળિકાળના પાપનો નાશ કરનારું અને પરાશરના પુત્ર શ્રીવ્યાસ મુનિના વચનરૂપી વિશાળ સરોવરમાં ઉગેલું મહાભારતરૂપી નિર્મળ કમળ અમારા કલ્યાણ માટે થાઓ. (૭)