ભીષ્મ અને દ્રોણરૂપી કિનારાઓવાળી, જયદ્રથરૂપી જળવાળી, શકુનીરૂપી કાળા પથ્થરવાળી, શલ્યરૂપી ઝૂડવાળી, કૃપાચાર્યરૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મોજાવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધનરૂપી ભમરીવાળી તે યુદ્ધરૂપી નદીને પાંડવો તરી ગયા, તેનું કારણ શ્રીકૃષ્ણ સુકાની હતા. (૬)