ૐ ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશેલી, પ્રાચીન મહામુનિ શ્રી વેદવ્યાસજીએ મહાભારત મધ્યે ગૂંથેલી, અદ્વૈત જ્ઞાનામૃતને વરસાવનારી, અઢાર અધ્યાયવાળી અને સંસાર ઉપરથી મોહ - મમતા ટાળનારી એવી હે ભગવતી ભગવદ્દગીતે ! હે અંબા ! (હે માતા !) હું તમારું ધ્યાન ધરું છું. (૧)