માણસ સવારે જાગે અને ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે જે કર્મ કરે તે ક્રિયમાણ કર્મ કહેવાય. સવારથી સાંજ સુધી, સોમવારથી રવિવાર સુધી, પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી, કારતક સુદ એકમથી આસો વદી અમાસ સુધી, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી, માણસ જે જે કર્મ કરે, તે તમામ ક્રિયમાણ કર્મ કહેવાય. આવા જે જે ક્રિયમાણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય. ફળ આપ્યા સિવાય શાંત થાય નહિ. ક્રિયમાણ કર્મને ફળ આપ્યે જ છૂટકો. ફળ ભોગવ્યે જ છૂટકો. દાખલા તરીકે
- તમને તરસ લાગી, તમે પાણી પીધું, પાણી પીવાનું કર્મ કર્યું, તરસ મટી ગઈ, કર્મ ફળ આપીને શાંત થઇ ગયું.