શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ જ્યારે માયાના સત્ત્વગુણનો સ્વીકાર કરે અગર તો શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મમાં જયારે માયાનો સત્ત્વગુણ પ્રાધાન્યપણે પ્રગટ થાય ત્યારે તે માયાવચ્છિન્ન ચૈતન્યબ્રહ્મ એટલે કે ઈશ્વરને આપણા શાસ્ત્રોએ વિષ્ણુ એવું નામ આપ્યું છે અને તે જગતની સ્થિતિ, સંરક્ષણનું કામ કરે છે. અને તે માટે વિષ્ણુ જરૂરિયાત પ્રમાણે વિવિધ અવતારો પણ ધારણ કરે છે.