કર્મનો સિદ્ધાંત
૮. ધર્મીને ઘેર ધાડ, અધર્મીને ઘેર વિવાહ
કર્મનો અટલ સિદ્ધાંત છે કે
જેવું વાવો તેવું લણો,
જેવું કરો તેવું પામો,
જેવી કરણી તેવી પાર ઉત્તરણી
"જો જસ કરઈ સો તસ ફળ ચાખા"
પરંતુ આપણા બધાનો પ્રત્યક્ષ અનુભવ એવો છે, અને આપણે નજરોનજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ, અને ધર્મથી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે. અધર્મ, અનીતિ કરે છે, કાળાબજાર - લાંચરુશ્વત કરે છે તેને ઘેર બંગલા, મોટર વગેરે સુખ સમૃદ્ધિ હોય છે. આવું જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કાંઈક ગરબડ હોય તેવું લાગે છે, અને તેથી સુખ મેળવવાની આશામાં, આપણે પણ અનીતિ-અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ. આ એક ભયંકર ગેરસમજ છે, પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય અને પાપનું ફળ હંમેશા દુઃખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો હોય તો તે સુખ તેના હાલના પાપકર્મોનું ફળ નથી પરંતુ તેણે પૂર્વે કરેલા કર્મો જે સંચિતમાં જમા પડયા હતા તે પાકીને પ્રારબ્ધરૂપે તેને સુખ આપતા હોય છે અને હાલના પાપકર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે. પરંતુ જયારે તેના પૂર્વેના પુણ્યકર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તુરત જ તેના પાપકર્મોનું પાકેલું ફળ (દુઃખ) પ્રારબ્ધરૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવાવશે. જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે, ત્યાં સુધી કેટલીક વખત હાલમા કરાતા પાપકર્મો હુમલો કરતા નથી